હાસિમ અમલાએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી

Sports
Sports

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હાસિમ અમલાએ ક્રિકેટના તમામ ફોરમેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.આમ 39 વર્ષીય અમલાએ 2019માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.આ સાથે તેના બે દાયકાની સફર પણ પૂર્ણ થઈ છે.આમ અમલાએ દ.આફ્રિકા તરફથી 124 ટેસ્ટ,81 વન-ડે અને 44 ટી-20માં રમતા 18,672 રન કર્યા છે.જેમાં પ્રોટીઝ ટીમ તરફથી રમતા ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર અમલા એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો ખેલાડી રહ્યો છે.જેમાં જુલાઈ 2012માં ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે તેણે 311 રનની અણનમ ઈનિંગ રમી હતી.અમલા 2019થી ઈંગ્લિશ કાઉન્ટી સરે સાથે કરારબદ્ધ હતો અને ગત વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઈટલ પણ જીત્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.