સીએસકેએ સ્પિનર હરભજનસિંહ સાથે કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો

Sports
Sports

ચેન્નાઇ,
ઇન્ડિયન પ્રીમિયર લીગના ફેબ્રુઆરીમાં થનાર મિની ઓક્શન પહેલાં હરભજન સિંહનો ચેન્નાઈ સુપરકિંગ્સ સાથેનો સફર સમાપ્ત થઈ ગયો છે. ભજ્જીએ ટ્‌વીટ કરીને આ અંગે જાણકારી આપી. ૪૦ વર્ષીય ઓફ-સ્પિનર છેલ્લા ૨ વર્ષથી ચેન્નાઈ સાથે જાેડાયેલો હતો. પરંતુ આઇપીએલ-૨૦૨૦માં વ્યક્તિગત કારણોસર રમ્યો નહોતો. ગઈ સીઝન કોરોના મહામારીને લીધે યુએઇમાં રમાઈ હતી.
હરભજન સિંહને ચેન્નાઈ સુપરકિંગ્સે આઇપીએલ ૨૦૧૮માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈની ટીમનો ભાગ રહેલા હરભજનની બેસ પ્રાઈઝ (૨ કરોડ) રૂપિયા હતી. ચેન્નાઈએ તેને બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ભજ્જીએ ઝ્રજીદ્ભ માટે ૨૦૧૮માં ૧૩ મેચમાં ૭ વિકેટ અને ૨૦૧૯માં ૧૧ મેચમાં ૧૬ વિકેટ ઝડપી હતી.
તેણે ટિ્‌વટ કર્યું હતું કે, ચેન્નાઈ સુપર સાથે મારો કરાર પૂરો થયો છે. આ ટીમ સાથે રમવાનો તે એક મહાન અનુભવ હતો. સુંદર યાદો અને કેટલાક અદ્ભુત મિત્રો કે જે મને આગામી વર્ષોમાં યાદ રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ, સ્ટાફ અને ચાહકોનો આભાર …બે શાનદાર વર્ષ.. ઓલ ધ બેસ્ટ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.