ક્રિકેટર ઇરફાન પઠાણને મારી પુત્ર વધૂ સાથે સંબંધ છે, નિવૃત પોલીસ કર્મચારીનો ગંભીર આક્ષેપ

Sports
Sports

અમદાવાદ,
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને પુત્રવધુ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદના વેજલપુરમાં રહેતા સિનિયર સિટીઝન દંપતિએ કર્યો છે. વેજલપુરની પોલીસ ચોકી ઉપર બોલાવવામાં આવતાં સિનિયર સિટીઝન દંપતિએ એક વિડિયો વાયરલ કર્યો છે તેમાં અતિ ગંભીર આક્ષેપો કર્યો છે. જાે કે, પોલીસનું કહેવું છે કે, પુત્રવધુએ સાસરિયા સામે ગત માર્ચ મહિનામાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ મુજબ, માતા-પિતા વિહોણી યુવતી તેના ફોઈના ઘરે જ ઉછરી હતી અને આ પરિવારે જ તેના લગ્ન કરાવ્યા હતા. આક્ષેપો – પ્રતિઆક્ષેપોના દોર વચ્ચે સત્ય શું છે એ તો ઊંડી પોલીસ તપાસ થાય તો જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. અત્યારે તો વાયરલ થયેલા વિડિયોથી ક્રિકેટર ઈરફાન પઠાણ સામે ગંભીર આક્ષેપોએ ચકચાર જગાવી છે.
જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા ઈબ્રાહીમભાઈ સૈયદ અને તેમના પત્નીનો એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં નિવૃત્ત પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે પુત્રવધુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર, વડોદરાના ઈરફાન પઠાણના સંબંધો અંગે ગંભીર આક્ષેપો કર્યાં છે. ક્રિકેટર ઈરફાન પઠાણને તેમની પુત્રવધુ સાથે સંબંધ છે.
આ ઉપરાંત, પોતે પોલીસમાંથી નિવૃત્ત થયા હોવા છતાં ઈરફાન પઠાણ ઉચ્ચ અધિકારીઓ થકી દબાણ લાવતો હોવાથી પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે. બીજી તરફ, આક્ષેપો કરનાર દંપતિ અને તેમના પુત્ર સામે પુત્રવધુ અગાઉ વડોદરા અને અમદાવાદમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી ચૂકી છે.
વર્ષ ૨૦૧૮માં લગ્ન પછી પુત્રીનો જન્મ થયા બાદ સાસરિયા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પુત્રવધુ અગાઉ કરી ચૂકી છે. પરિવારના અન્ય સભ્યોએ સમાધાન કરાવતાં પરત ફરેલી પરિણીતાને સાસરીમાં ફરી ત્રાસ અપાયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવાઈ હતી.
આ કેસમાં કાર્યવાહી પછી વેજલપુર પોલીસે સુલેહ-શાંતિના અટકાયતી પગલાં માટે દંપતિ અને પુત્રને સોનલ પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. પોલીસ ચોકીએ જતાં પહેલાં દંપતિએ વિડિયો વાયરલ કર્યો છે તેમાં ક્રિકેટર ઈરફાન પઠાણ સામે ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલ કર્યો છે. આ દંપતિ જીંદગી ટૂંકાવી લઈશું તેવી વાત કરતો વિડિયો વાયરલ કરી દવા સાથે પોલીસ ચોકીએ પહોંચ્યું હતું. જાે કે, પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
પુત્રવધુ અને તે વડોદરામાં જ્યાં ઉછરી છે ત્યાં રહેતા ક્રિકેટર ઈરફાન પઠાણ સામે અતિ ગંભીર ગંભીર આક્ષેપો અંગે કોઈ પુરાવા રજૂ નહીં કરાયાનું વેજલપુર પોલીસ કહી રહી છે. જાે કે, હાલના સંજાેગોમાં તો જાણીતા ક્રિકેટર સામેના આક્ષેપોના વાયરલ વિડિયોએ ચકચાર જગાવી છે. આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો પોલીસ તપાસ થાય તો જ સ્પષ્ટ થાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.