ક્રિકેટ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં અવસાન થયુ

Sports
Sports

ક્રિકેટના મેદાન ઉપર અમ્પાયરની ભૂમિકા ભજવનાર દક્ષિણ આફ્રિકાના અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં અવસાન થયું છે.દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં એક ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લઈ તેમના મિત્રો સાથે ઘરે પરત ફરતી વખતે તેમની કારનો માર્ગ અકસ્માત થયો હતો.રિવર્સડેલ નામના વિસ્તારમાં થયેલા આ જીવલેણ અકસ્માતમાં 73 વર્ષિય રૂડી કર્ટઝન ઉપરાંત અન્ય બે લોકોના પણ મોત નિપજ્યા હતા.કર્ટઝનના અવસાનને પગલે ક્રિકેટ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.જેમના કાર્યકાળ દરમિયાન 397 મેચમાં મેદાનમાં અને ત્રીજા અમ્પાયરની ભૂમિકા ભજવી હતી.રૂડી કર્ટઝને વર્ષ 1992માં અમ્પાયરિંગની દુનિયામાં પગ મુક્યો હતો.ત્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ગઈ હતી.જેઓ વર્ષ 1997મા આઈ.સી.સીના પૂર્ણકાલિન અમ્પાયર બન્યા હતા.ત્યારબાદ વર્ષ 2002માં એલીટ પેનલમાં સ્થાન મળ્યું હતુ.જેઓ વર્ષ 2006માં ઈગ્લેન્ડના ડેવિડ શેફર્ડ બાદ 150 વન-ડેમાં અમ્પાયરિંગ કરનારા અમ્પાયર બન્યા હતા.રૂડી કર્ટઝને 108 ટેસ્ટ અને 209 વનડે ઈન્ટરનેશનલ મેચ સાથે 14 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.જેઓ સ્ટીવ બકનર બાદ અન્ય અમ્પાયર બન્યા હતા,જેમણે 100 ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.વર્ષ 2003 અને 2007 વિશ્વકપની ફાઈનલમાં ત્રીજા અમ્પાયર તરીકે કામ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.