
કોરોનાથી ઠીક થયા બાદ અફ્રીદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું
નવી દિલ્હી,
પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદી તેના નિવેદનોના કારણે હંમેશા વિવાદોમાં રહે છે. ક્્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તો કાશ્મીર મુદ્દા પર ટિપ્પણી કરી તે ચર્ચામાં રહેવાની કોશિશ કરે છે. ત્યારે હવે તે ફરી ચર્ચામાં આવ્યો છે. છેલ્લા અમુક દિવસથી શાહિદ આફ્રિદી કોરોના વાયરસની ચપેટમાં હતો અને પોતાના ઘરે ક્વોરન્ટાઇન હતો. પરંતુ હવે તે સાજા થઈ ગયો છે અને ફરી તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે અને ઠીક થતા જ સૌથી પહેલા કાશ્મીરને લઈ વાત કરી છે. આપને જણાવી દઈએ કે બુધવારે કાશ્મીરના સોપોરમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ જેમાં સ્થાનિક અને ૬૫ વર્ષના નાગરિક બશીર અહમદને પણ આંતકીઓની ગોળી લાગી. બશીરની સાથે તેમનો ૩ વર્ષનો પૌત્ર પણ હતો અને તે શબની પાસે બેસીને રડી રહ્યો હતો.
ત્યારે સીઆરફીએફના એક જવાને એ બાળકને ક્રોસફાયરિંગની જગ્યાએથી બચાવી તેની મા પાસે લઈ ગયો. આફ્રિદીએ આ ઘટનાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી. જેમાં માસૂમ બાળક તેના દાદાના મૃતદેહ અને સૈનિક વચ્ચે ઉભો છે. આફ્રિદીએ આ ફોટો પોસ્ટ કરી ઝેર. આફ્રિદીએ લખ્યું કે કોઈ પણ તસવીર કાશ્મીરીઓની સ્થતિનું વર્ણન નથી કરી શકતી. એટલું જ નહીં પણ આફ્રિદીએ તેની આ પોસ્ટને ટ્વટર પર પિન ટૂ ટોપ પણ કરી.
એવું કહેવામાં આવી છે કે આફ્રિદી રાજનીતિમાં એન્ટ્રી કરવા ઇચ્છી રહ્યો છે અને તેથી તે ઇમરાન ખાનની રાહ પર ચાલી રહ્યો છે. તેથી ભારત વિરુદ્ધ અને કાશ્મીર અંગે સતત વિવાદિત ટિપ્પણીઓ કરી પોતાના લોકોનો મસીહા બનવાની કોશિશ કરી રહ્યો છે. આફ્રિદીએ થોડા દિવસ પહેલા પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી.