IPL પહેલા કોરોનાનું સંકટઃ KKR ટીમનો પ્લેયર નીતીશ રાણા થયો કોરોના સંક્રમિત

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઈન્ડિયન પ્રીમયર લીગ(આઇપીએલ) પર કોરોનાનું સંકટ છે. ૧૪મી સીઝન શરૂ થાય એના ૮ દિવસ પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ(કેકેઆર) ટીમનો પ્લેયર નીતીશ રાણા કોરોનાથી સંક્રમિત થયો હોવાના સમાચાર છે. રાણા ગોવામાં રજાઓ ગાળ્યા પછી ટીમમાં જાેડાયો હતો. બે દિવસ પહેલાં જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જાેકે બીસીસીઆઇ અને કેકેઆર તરફથી અત્યારસુધીમાં કોઈ અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી.
નીતીશ મુંબઈ સ્થિત ટીમ હોટલમાં ક્વોરન્ટીન છે. ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે. આઇપીએલની ૧૪મી સીઝન ૯ એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ ૩૦ મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(એમઆઇ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(આરસીબી)ની વચ્ચે રમાવાની છે. કેકેઆરની પ્રથમ મેચ ૧૧ માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.
નીતીશે ગત વર્ષે કેકેઆર માટે ૧૪ મેચમાં ૨૫.૧૪ની સરેરાશથી ૨૫૪ રન બનાવ્યા છે. તેણે આઇપીએલમાં અત્યારસુધીમાં રમેલી ૬૦ મેચમાં ૨૮.૧૭ની સરેરાશથી ૧૪૩૭ રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ ૧૩૫.૫૬ની રહી છે.
તાજેતરમાં થયેલી ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં નીતીશ ટોપ-૫ રન સ્કોરરમાં સામેલ હતો. તેણે દિલ્હી તરફથી રમતા ૭ મેચમાં ૬૬.૩૩ની સરેરાશથી ૩૯૮ રન બનાવ્યા. એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી પણ લગાવી હતી. તેની સ્ટ્રાઈક રેટ ૯૭.૭૮ રહી.
કેકેઆર ટીમ સાથે લગભગ તમામ ખેલાડીઓના ફોટા શેર કરેલા છે. શુભમન ગિલ, કમલેશ નાગરકોટી અને શિવમ માવી જેવા પ્લેયર્સે ટ્રેનિંગ કરતાં ફોટો પણ શેર કર્યા છે. કેકેઆરની સો.મીડિયા સાઈટ્‌સ પર આંદ્રે રસેલ, કેપ્ટન ઓએન મોર્ગેન, દિનેશ કાર્તિક અને સુનીલ નરેન પણ પ્રેક્ટિસ કરતા દેખાયા છે, જાેકે રાણા ક્યાંય દેખાયો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.