કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન

Sports
Sports

ભાવનગર,
ભારતમાં કોરોના વાયરસ બોલિવૂડનાં સેલેબ્સ અને રાજકારણીઓ ઉપરાંત રમતગમતની દુનિયામાં પણ કેર વરસાવી રહ્યો છે. રવિવારે, આઈપીએલ ૨૦૨૧ માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતા કોવિડ-૧૯ નાં કારણે અવસાન થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, તેના પિતા તાજેતરમાં કોરોના પોઝિટિવ હતા, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઈપીએલ ૨૦૨૧ માં, સાકરિયા તે યુવા ક્રિકેટરોમાં સામેલ હતો જેણે પોતાની શાનદાર રમતનાં કારણે દિગ્ગજ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ટૂર્નામેન્ટ મુલતવી રહે તે પહેલા તેની ટીમ પોઇન્ટ ટેબલની ટોચની ટીમોમાં ન હોતી, પરંતુ તેણે પોતાની બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી લોકોનાં હ્રદયમાં સ્થાન મેળવ્યુ હતુ. તેણે આ સીઝનમાં ૭ મેચોમાં ૭ વિકેટ લીધી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીની વિકેટનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.