સુરેશ રૈનાએ પોતાને બ્રાહ્મણ કેહતા સો.મીડિયામાં વિવાદ

Sports
Sports

ન્યુ દિલ્હી,
ભારતના ભૂતપૂર્વ બેટ્‌સમેન સુરેશ રૈના તેના બ્રાહ્મણવાળા નિવેદન પછીથી વિવાદોમાં ઘેરાયેલા છે. ઉત્તર પ્રદેશના રહેવાસી રૈનાને, તમિળનાડુ પ્રીમિયર લીગ (ટી.એન.પી.)ની ૫મી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટ્રી માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટ્રી દરમિયાનના સવાલના જવાબમાં રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યા, જેણે સો.મીડિયામાં હંગામો મચાવી દીધો.
મેચ દરમિયાન એક કમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, ‘મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું ૨૦૦૪ થી ચેન્નાઈમાં રમું છું. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નાઈની સંસ્કૃતિ ગમે છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું.રૈના ૨૦૦૮ થી આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે.
રૈનાએ પોતાને બ્રાહ્મણ કીધો તો સો.મીડિયા યૂઝર્સેને પસંદ ન આવ્યું. એક યુઝરે લખ્યું, “સુરેશ રૈના, તમને શરમ આવવી જાેઈએ. એવું લાગે છે કે, તમે ઘણા વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો પરંતુ, તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ કર્યો નથી.
જાેકે, રૈનાને આ મુદ્દે પૂર્વ ભારતીય વિકેટકીપર કીર્તિ આઝાદનો ટેકો મળ્યો છે. ટ્રોલર્સને પ્રતિક્રિયા આપતા આઝાદે ટ્‌વીટ કર્યું, હું પણ બ્રાહ્મણ છું, વાંધો શું છે ભાઈ.
રૈનાએ ભારત તરફથી ૨૨૬ વનડેમાં ૩૫.૩૧ની સરેરાશથી ૫૬૧૫ રન બનાવ્યા છે. તેમણે ૫ સદી અને ૩૬ અડધી સદી ફટકારી છે. ટી૨૦માં રૈનાએ ૬૬ ઇનિંગ્સમાં ૨૯.૧૮ની સરેરાશથી ૧૬૦૫ રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી૨૦ સદી પણ છે.
રૈનાએ ૧૮ ટેસ્ટ મેચ પણ રમી છે જેમાં તેમણે એક સદીની મદદથી ૭૬૮ રન બનાવ્યા હતા. આ સિવાય રૈનાએ ૨૦૦ આઈપીએલ મેચોમાં ૫૪૯૧ રન બનાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.