ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી

Sports
Sports

બર્મિંગહામ,
વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો છે. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી. ૪૩ મીનીટ ચાલેલી આ મેચમાં ચોચુવોંગેની આક્રમત રમત, પાવર અને પ્લેસમેન્ટ સામે આજે પી.વી. સિંધુ ઝાંખી લાગતી હતી.
સિંધુએ કહ્યું, ”આજે ચોચુવોંગનો દિવસ હતો. તેના બધાં જ શોટ લાઇનમાં રહ્યા હતા. મારા પરાજ્ય માટે અનફોર્ડ એરર્સ પણ એટલી જ જવાબદાર હતી. હું આજે કંઈ પ્રતિકાર કરી શકું તેવી રમત બહાર નહોતી લાવી શકી.” સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં યામાગુચીને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. ૨૦૧૮ની ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પણ વર્લ્ડ નંબર સાત પી.વી. સિંધુનો પરાજ્ય થયો હતો. સિંધુ આ મેચમાં ઉતરતા અગાઉ ચોચુંવોંગ સામે ૪-૧ની સરસાઈ ધરાવતી હતી તેથી આ મેચની હારથી તે વધુ નિરાશ થઈ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.