ચીનના સુપર સ્ટાર બેડમિન્ટન ખેલાડી લિન ડેને નિવૃત્તિ જાહેર કરી

Sports
Sports

નવી દિલ્હી,
ચીનના સુપર સ્ટાર બેડમિન્ટન ખેલાડી લીન ડેને સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની ઘોષણા કરી દીધી છે. બે વખતના ઓલિÂમ્પક્સ ગોલ્ડ મેડાલિસ્ટ અને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પયન લિન ડેનની ૨૦ વર્ષીય કારકિર્દીનો આ સાથે અંત આવ્યો છે. ૩૬ વર્ષીય બેડમિન્ટન ખેલાડીએ ૨૦૦૦ની સાલથી રમવાનું શરૂ કર્યું હતું. લિન ડેને ૨૦૦૮ અને ૨૦૧૨ ની ઓલિમ્પક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના ટ્‌વટર જેવા સોશિયલ મીડિયા વીબો પર, લિન ડેને લખ્યું હતું કે, ‘૨૦૦૦ થી ૨૦૨૦, ૨૦ વર્ષ પછી, મારે મારી રાષ્ટય ટીમને વિદાય આપવી પડશે.
આ વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે. ચાઇનીઝ બેડમિન્ટન એસોસિએશને આપેલી માહિતી મુજબ લિન ડેને થોડા દિવસો પહેલા ઔપચારિક નિવૃત્તિની અરજી કરી હતી. લિન ડેને ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૩ વર્લ્ડ ચેમ્પયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૦૫, ૨૦૦૬માં તેણે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લિન ડેને ૨૦૧૯માં તેની કારકિર્દીનું બીજું મલેશિયા ઓપન ટાઇટલ જીત્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.