શ્રીલંકા સામેની વનડેમાં ચેતન સાકરિયાને સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

Sports
Sports 43

ઈન્ડિયન પ્રિમિયર લીગમાં શાનદાર દેખાવ કર્યા બાદ ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને શ્રીલંકા સામેની અંતિમ વનડેમાં સ્થાન મળતા ચેતન સાકરિયાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.વનડેમા ચેતન સાકરિયાને સ્થાન મળતા તે ભાવનગરનો બીજો ખેલાડી બન્યો છે.આ પહેલા અશોક પટેલ ભારતીય ટીમ વતી મેચ રમી ચૂક્યા છે.ઓફ સ્પીનર અશોક પટેલે વર્ષ 1984માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેબ્યૂ કર્યું હતું.જેમાં તેઓએ 8 વનડે મેચ રમી 7 વિકેટ ઝડપી હતી.​​​​​​​ટીમ ઈન્ડિયામાં સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા,રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ રમી રહ્યા છે.ચેતન સાકરિયા ભાવનગર ભરૂચા કલબ ખાતે ક્રિકેટ રમી રણજી ટ્રોફી અને આઇપીએલ અને હવે ભારતીય ક્રિકેટ ટીમમાં રમવા પસંદગી પામ્યો છે.ચેતન સાકરિયાએ ભારતીય ટીમમાં ડેબ્યુ કરતાં ભાવનગરના વરતેજ ખાતે રહેતા ચેતન સાકરિયાના પરિવારમાં આનંદની લહેર છવાઇ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.