બુમરાહ સૌથી ‘ડેડલી’ બોલર, ‘ફિટ રહેશે તો ૪૦૦ વિકેટ લેશે’ -કર્ટલી એમ્બ્રોસ

Sports
Sports

મુંબઇ,
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર્સ કર્ટલી એમ્બ્રોસનું માનવું છે કે “ભારતીય ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ સૌથી અલગ છે અને તેણે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. જાે તે પોતાનો ફિટનેસ સ્તર જાળવી શકે તો ટેસ્ટમાં ૪૦૦ વિકેટ ઝડપી શકે છે.”
૯૮ ટેસ્ટમાં ૪૦૫ વિકેટ લેનાર એમ્બ્રોસે એક યુટ્યૂબ શોમાં કહ્યું હતું કે “ભારત પાસે ઘણા સારા ફાસ્ટ બોલર્સ છે, પણ હું બુમરાહનો ફેન છું. તે અસરકારક છે અને મને ખાતરી છે કે આગળ પણ પોતાનું સારું પ્રદર્શન જારી રાખશે. તે બોલને સિમ અને સ્વિંગ બંને કરાવે છે. તે યોર્કર નાખવામાં પણ એક્સપર્ટ છે. જાે તે પોતાની ફિટનેસ જાળવી રાખશે તો ટેસ્ટમાં ૪૦૦ વિકેટ જરૂર લેશે.” ઉલ્લેખનીય છે કે અત્યારે બુમરાહે ૧૯ ટેસ્ટમાં ૮૩ વિકેટ લીધી છે.
એમ્બ્રોસે કહ્યું હતું કે “શોર્ટ-રનઅપને લીધે બુમરાહને ઇજાનું જાેખમ છે. આ વાતને વિસ્તારથી સમજાવતાં વિન્ડીઝના દિગ્ગજે કહ્યું હતું કે ફાસ્ટ બોલિંગમાં રિધમ મહત્ત્વની છે. બોલ નાખ્યા પહેલાં એક લય મેળવવો જરૂરી છે. બુમરાહની રનઅપ-શોર્ટ છે અને તે બોલ નાખ્યા પહેલાં ૨-૩ વાર જાેગ કરે છે. એનાથી તેના શરીરમાં એક ખેંચ આવે છે. એ જર્ક ઈજાગ્રસ્ત કરી શકે છે. તેથી એ જાેવાનું રહેશે કે બુમરાહ લાંબા અંતરે પોતાની ફિટનેસ કઈ રીતે જાળવી રાખે છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.