બંને ટીમ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં, સાઉથ કોરિયાનો પોર્ટુગલ સામે વિજય, ઉરુગ્વે બહાર : ફિફા વર્લ્ડકપ

Sports
Sports

ફિફા વર્લ્ડકપમાં વધુ એક અપસેટ સર્જતા સાઉથ કોરિયાએ 2-1થી પોર્ટુગલને પરાજય આપ્યો હતો. સાઉથ કોરિયાની આ જીતની સાથે તેઓની સાથે પોર્ટુગલ પણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જયારે ઘાના સામે 2-0થી જીતવા છતા ઉરુગ્વે બહાર ફેંકાયું હતુ.
હાઈવોલ્ટેજ મુકાબલામાં સાઉથ કોરિયા તરફથી કિમ યોંગ-ગ્વોંને 27મી મિનિટે અને હ્યાંગ હી-ચાને 91મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. અગાઉ પાંચમી મિનિટે રિકાર્ડો હોર્ટાના ગોલને સહારે પોર્ટુગલે લીડ મેળવી લીધી હતી. રોનાલ્ડો સતત બીજી મેચમાં ગોલ ફટકારી શક્યો નહતો.
ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત હાંસલ કરી હતી. બંને ગોલ ડેએરાસ્કેટાએ નોંધાવ્યા હતા. આમ ગ્રૂપ સ્ટેજના અંતે સાઉથ કોરિયા અને ઉરુગ્વેના પોઈન્ટ્સ 3-3 થયા હતા. બંનેનો ગોલ ડિફરન્સ પણ 0-0 હતો. આખરે ગ્રૂપ સ્ટેજમાં સૌથી વધુ ગોલ ફટકારનારી ટીમને આગેકૂચ મળી હતી. સાઉથ કોરિયાએ ગ્રૂપ સ્ટેજમાં ચાર ગોલ નોંધાવ્યા હતા. જ્યારે ઉરુુગ્વેના ગ્રૂૂપ સ્ટેજમાં માત્ર બે જ ગોલ હતા. જેના કારણે સાઉથ કોરિયાએ આગેકૂચ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.