શ્રીસંતને મોટો ઝટકોઃ આ વર્ષે આઇપીએલમાં નહીં રમી શકે

Sports
Sports

મુંબઇ,
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન માટે ૧૮ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ વર્ષે હરાજી માટે ૧૧૧૪ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, બીસીસીઆઇ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં માત્ર ૨૯૨ ખેલાડીઓને જ બોલી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટમાં વાપસી કરનારા એસ શ્રીસંતને હરાજીમાં સામેલ નથી કરવામાં આવ્યો. જેથી હવે વર્ષ ૨૦૨૧ની આઇપીએલમાં શ્રીસંત નહીં રમી શકે.
સ્પૉટ ફિક્સિંગમાં સાત વર્ષની સજા ભોગવનારા શ્રીસંતે તાજેતરમાંજ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી દ્વારા ક્રિકેટમાં વાપસી કરી છે, મુસ્તાક અલી ટ્રૉફીમાં શ્રીસંતને કેરાલાની ટીમમાં જગ્યા મળી હતી. શ્રીસંતે આ વર્ષે હરાજી માટે રજિસ્ટર કરાવ્યુ હતુ. પરંતુ હવે શ્રીસંતની વાપસીની આશા પર મોટો ઝટકો લાગ્યો છે.
શ્રીસંતે આઈપીએલમાં ૪૪ મેચ રમી છે જેમાં ૪૦ વિકેટ ઝડપી છે. એસ શ્રીસંતે ૯ મે ૨૦૧૩માં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ રમી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.