ગાવસ્કર : ભુવનેશ્વરનો નબળો દેખાવ આખરી ઓવરોમાં ટીમ માટે ચિંતાનું કારણ

Sports
Sports

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે, આખરી ઓવરોમાં ભુવનેશ્વરનો નબળો દેખાવ ચિંતાનુ કારણ બન્યો છે. ખાસ કરીને આગામી ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતે ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરુર છે. હવે બુમરાહ ફિટનેસ સાથે પાછો ફરે અને ભારતીય બોલિંગના સ્તરને સુધારે તેવી આશા પણ ગાવસ્કરે વ્યક્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦માં ભુવનેશ્વરે ૧૯મી ઓવરમાં ૧૬ રન આપ્યા હતા, જે ભારતની હારનું કારણ બન્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, મને નથી લાગતું કે મેદાન પર એટલી બધી ઝાકળ પડી હતી, કે બોલરોને અને ફિલ્ડરોને મુશ્કેલી પડે. ફિલ્ડરો કે બોલરો તેમની આંગળીઓને લૂંછવા માટે ટોવલનો ઉપયોગ કરતા જોવા મળતા નહતા, આ કારણે ઝાકળનું બહાનું તો કાઢી જ ન શકાય. આપણે સારી બોલિંગ ના કરી શક્યા.

ગાવસ્કરે ઊમેર્યું કે, ભુવનેશ્વર જેવો અનુભવી અને ઉચ્ચ સ્તરનો બોલર આખરી ઓવરોમાં હરિફ ટીમ પર પ્રભુત્વ જાળવી શકતો નથી. તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલિયા સામે જે છેલ્લા ૧૮ બોલ નાંખ્યા તેમાં ૪૯ રન આપ્યા હતા. આમ પ્રત્યેક બોલ પર સરેરાશ ૩ રન આપ્યા. તેના જેવા બોલરે તો ૧૮ બોલમાં ૩૫-૩૬ રન આપવા જોઈએ. હવે તો બુમરાહ ફિટનેસ સાથે પુનરાગમન કરે અને ભારતની આ સમસ્યાને ઉકેલે તેવી આશા રાખીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.