
બેન્ઝેમા સાઉદીની કલબ સાથે જોડાવાની તૈયારીમાં જોવા મળ્યો
ભૂતપૂર્વ ફ્રેન્ચ ફૂટબોલર કરીમ બેન્ઝેમા 14 વર્ષ બાદ રિયલ મેડ્રિડ ફૂટબોલ કલબ સાથે છેડો ફાડી નાંખવાની તૈયારી કરી રહ્યો છે.ત્યારે બેન્ઝેમા રૂ.885 કરોડના કરાર સાથે સાઉદી પ્રો લીગની કલબ અલ-ઈત્તિહાદ સાથે જોડાય તેવી શક્યતા છે.બેન્ઝેમા અલ-ઈત્તિહાદ કલબની સાથે બે વર્ષનો કરાર કરે તેવી શક્યતા છે.બેન્ઝેમા ફ્રાન્સની લીયોન કલબમાંથી 2009માં રિયલ મેડ્રિડમાં જોડાયો હતો.જેમા તેણે રિયલ મેડ્રિડ ખાતે 14 વર્ષની કારકિર્દી દરમિયાન 5 વાર ચેમ્પિયન્સ લીગ અને 4 વાર લા લીગા ટ્રોફી જીતી હતી.જેમા તેણે કલબ તરફથી 657 મેચ રમતાં 353 ગોલ કર્યા હતા.ચાલુ સિઝનમાં બેન્ઝેમાએ 42 મેચમાં ૩૦ ગોલ કર્યા હતા.બેન્ઝેમા સ્પેનિશ ફૂટબોલ લીગમાં રિયલ મેડ્રિડની આખરી લીગ મેચમાં એથ્લેટિક કલબ સામે રમવા ઉતરે તેવી શક્યતા છે.જે તેની રિયલ મેડ્રિડ તરફથી આખરી મેચ બની રહે તેમ મનાય છે.બેલ્જીયમનો ફૂટબોલર એડન હેઝાર્ડ પણ રિયલ મેડ્રિડને ચાલુ સિઝનના અંત સાથે વિદાય કહેવાનો છે.હેઝાર્ડ છેલ્લા 4 વર્ષથી રિયલ મેડ્રિડ કલબ સાથે છે,જોકે તેનું કોઈ નોંધપાત્ર પર્ફોમન્સ જોવા મળ્યું નથી.