Ben Stokes: બેયરસ્ટોના રન આઉટ થવાનો વિવાદ હજુ પણ યથાવત, રડતા બાળક સમાન બેયરસ્ટો
લોર્ડસ ટેસ્ટમા હાર્યા પછી ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેદાનની બહાર પણ વિવાદ ચાલુ છે. જોની બેયરસ્ટોના રન આઉટ થવાનો આ વિવાદ હજુ બંધ થયો નથી. જોની બેયરસ્ટોના રન આઉટ થવા પર ઈંગલેંડના કેટલાય દિગ્ગજ ખેલાડી ઓસ્ટ્રેલિયાની રમત ભાવના પર પ્રશ્નો કરી રહ્યા છે. હવે તો ઓસ્ટ્રેલિયાઈ મીડિયા પણ આ વિવાદમાં સામેલ થઈ ગઈ છે, જેણે ઈંગલેંડ ટીમ અને ટીમના કેપ્ટન પર નિશાન સાધ્યુ છે.
ઓસ્ટ્રેલિયાઈ સમાચારપત્ર ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયને ઈંગલેંડના ખેલાડિઓને રડતા બાળક કહ્યા છે. એટલુ જ નહી સમાચારપત્રના ફ્રંટ પેજ પર બેન સ્ટોકને બાળક બતાવ્યો છે અને એમના મોઢા પર પૈસિફાયર લગાવ્યુ છે.
ઓસ્ટ્રેલિયાઈ સમાચારપત્રમાં જે ફોટો અને હેડલાઈન ચાપવામા આવ્યુ છે એના પર બેન સ્ટોક્સે પ્રતિકિયા આપી છે. બેન સ્ટોક્સે લખ્યુ છે કે આ હુ નથી. મેં ક્યારે નવો બોલ ફેક્યો. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાઈ સમાચારપત્રમાં બેન સ્ટોક્સની જે ફોટો છાપી છે એમાં નવો બોલ પણ જોવા મળે છે. એના કારણે બેન સ્ટોક્સે ટ્વિટમા નવા બોલ વિશે કહ્યુ છે.
જણાવી દઈએ કે બેયરસ્ટોના રન આઉટ થવા પર બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી એંથની અલબ્નીજ પણ સામ-સામે આવી ગયા છે, બ્રિટિશ પીએમએ બેયરસ્ટોના રન આઉટને ક્રિકેટ ભાવનાઓ વિરુધ્ધ કહ્યુ છે અને ઓસ્ટ્રેલિયાઈ પીએમે કહ્યુ છે કે એ સંપુર્ણ રીતે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે છે.
ઈંગલેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટો બીજી ઈનિંગમાં રન આઉટ થયો હતો. બેયરસ્ટોને ઓસ્ટ્રેલિયાઈ વિકેટકીપર એલેક્સ કૈરીએ રન આઉટ કર્યો હતો. બેયરસ્ટો બોલ રમ્યા પછી તરત ક્રીજની બહાર આવી ગયો અને એ દરમિયાન ઓસ્ટ્રેલિયાઈ વિકેટકીપરે પાછળથી સ્ટમ્પ પર બોલ મર્યો હતો. નિયમ અનુસાર બોલ ડેડ થયો નહતો અને બેયરસ્ટો ક્રીજની બહાર નિકળી ગયો હતો. આ કારણથી થર્ડ અમ્પાયરે બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો.