BCCI દિવાળી પહેલા સ્થાનિક ખેલાડીઓનો પગાર 43% સુધી વધારી શકે છે

Sports
Sports 63

સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા બાદ સ્થાનિક ક્રિકેટરોના પગારમાં વધારો કરવાની વાત કરી હતી. પણ અત્યાર સુધી અત્યાર સુધી ખેલાડીઓને તે વધારો મળ્યો નથી. હવે બોર્ડ દિવાળીથી પહેલા સ્થાનિક ખેલાડીઓના પગારમાં વધારો કરવાની તૈયારીમાં છે. 20 સપ્ટેમ્બરે બીસીસીઆઈની અપેક્સ કાઉન્સિલની મીટિંગ બોલાવવાની છે.

હાલ રણજી ટ્રોફીમાં ખેલાડીઓને એક દિવસના 35 હજાર મળે છે. વિજય હજારે ટ્રોફીમાં એક મેચની ફી પણ એટલી જ છે. સૈયદ મુશ્તાક અલીમાં એક મેચની ફી 17,500 રૂપિયા છે. હવે ખેલાડીઓને વિજય હજારે ટ્રોફીમાં એક મેચની સાથે જ રણજી મેચ માટે પ્રતિદિવસ 50 હજાર મળી શકે છે. એટલે કે પગારમાં લગભગ 43% નો વધારો થયો. ટી20 મેચનો પગાર 25 હજાર થઇ શકે છે. 2019-20 સુધી રણજીમાં ઓછામાં ઓછા આઠ ગ્રુપ મેચ રમાતી હતી. હવે તેની સંખ્યા 5 થઇ ગઇ છે.

કોરોનાના કારણે ગત વર્ષે રણજી ટ્રોફીનું આયોજન થયું ન હતું. અપેક્સ કાઉન્સિલ ખેલાડીઓને મળનાર પગારને અંતિમ રૂપ આપી શકે છે. બીસીસીઆઈ અધિકારી નહીં રમાયેલ ટૂર્નામેન્ટ કે મેચ માટે 50 થી 70% સુધીના પગારનો પ્રસ્તાવ મુકી શકે છે.

તેના માટે એજ ખેલાડીઓ માન્ય ગણાશે જેણે ગત બે સીઝનમાં ભાગ લીધો હોય. સ્થાનિક મહિલા ખેલાડીઓને પણ ગાલ લિસ્ટએ મેચ માટે 12,500 અને ટી20 માટે 6,250 રૂપિયા મળે છે. બોર્ડ તેમનો પગાર પણ વધારી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.