
બી.સી.સી.આઈ.એ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 17 જેટલા ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.જેમા કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ એમાં બે ખેલાડીઓને સ્થાન આપ્યું છે.જેમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનો સમાવેશ થયા છે.મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.જેમાં જે ત્રણ ખેલાડીઓને એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે જેમને વાર્ષિક રૂ.50 લાખની રકમ મળશે.આ સાથે 5 મહિલા ખેલાડીઓને બી ગ્રેડમાં સ્થાન મળ્યું છે.ત્યારે આ શ્રેણીના ખેલાડીઓને બી.સી.સી.આઈ દ્વારા વાર્ષિક રૂ.30 લાખ આપવામા આવે છે.જ્યારે ગ્રેડ સીમાં 10 ખેલાડીઓને સ્થાન મળ્યું છે ત્યારે આ ખેલાડીઓને વાર્ષિક રૂ.10 લાખની ફી ચૂકવવામાં આવે છે.