બીસીસીઆઈએ આઈપીએલ-૨૦૨૧ માટે જાહેર કરી ગાઈડલાઈન્સ

Sports
Sports

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનની તૈયારી કરી લીધી છે. બીસીસીઆઈએ આઈપીએલ ૨૦૨૧ માટે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને વિશેષ છૂટ આપી છે. બોર્ડે આઈપીએલની ૧૪મી સીઝન માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
બીસીસીઆઈએ બાયો બબલને લઈ જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું છે કે ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આઈપીએલ ૨૦૨૧ માટે ક્યુરેન્ટાઇનમાં જવું નહીં પડે. તેઓ સીધા જ તેમની ફ્રેન્ચાઇઝીની બાયો બબલ દાખલ કરી શકશે. જાે કે, આ ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝની ટીમ હોટેલમાં ટીમ બસ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા આવવાનું રહેશે.
બીસીસીઆઈએ રાષ્ટ્રીય ટીમ સાથે પેહલાથી જ બાયો બબલમાં હોય તેવા ખેલાડીઓને પણ છૂટ આપી છે. તેઓ સીધા જ પોતાની ફ્રેન્ચાઇઝીના બાયો બબલમાં પ્રવેશ કરી શકશે. જેનો સીધો ફાયદો દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને થશે.
આઈપીએલની ૧૪મી સીઝન માટે ૧૨ બાયો બબલ બનાવાશે. જેમાં આઠ બાયો બબલ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે હશે. જ્યારે બે બાયો બબલ મેચ અધિકારીઓ તથા ટીમ મેનેજમેન્ટ માટે અને બે બાયો બબલ બ્રોડકાસ્ટ કમેંટેટર અને ક્રૂ માટે હશે.
બીસીસીઆઈએ કહ્યું, જે ટીમ માલિક બાયો બબલમાં આવવા ઈચ્છતા હોય તેમણે હોટલ રૂમમાં ૭ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીસીસીઆઈ પ્રત્યેક ફ્રેન્ચાઇઝી માટે ચાર સિક્યુરિટી સ્ટાફ નિમણૂક કરશે. જે બાયો સિક્યોર એન્વાયરમેંટના નિયમો પર નજર રાખશે.
બીસીસીઆઈએ આઈપીએલ ૨૦૨૧માં લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત બોલ સ્ટેન્ડ કે મેદાનથી બહાર જાય ત્યારે સેનિટાઇઝ કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.