બાર્સિલોના તરફથી લિઓનલ મેસ્સી અડધા પગારે રમશે,વર્ષે રૂ.550 કરોડ મળશે

Sports
Sports

ફૂટબોલર લિયોનલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટીનાએ તાજેતરમાં કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો હતો.જો કે આ જીતથી ફૂટબોલ જગતમાં મેસ્સીની વેલ્યુ ઉપર કોઈ અસર પડી નથી.34 વર્ષીય મેસ્સી પોતાના સ્પેનિશ ક્લબ બાર્સિલોના માટે અડધા પગારે રમશે. મેસ્સીને બાર્સિલોના તરફથી રમવા માટે પહેલાં દરેક સિઝનમાં અંદાજે 1106 કરોડ રૂપિયા મળતા હતા.ત્યારે વર્તમાન સમયમાં તેણે પાંચ વર્ષ માટે અડધા પગારે ક્લબ સાથે ફરીથી કરાર કરી લીધો છે.ત્યારે મેસ્સીને વર્ષ 2026 સુધી દર વર્ષે 550 કરોડ રૂપિયા મળશે.મેસ્સી ઈચ્છે તો બે વર્ષ બાદ કોન્ટ્રાક્ટ પૂરો કરી કોઈ અન્ય ક્લબ સાથે કોન્ટ્રાક્ટ કરી શકે છે.આમ મેસ્સીનો બાર્સિલોના સાથેનો કોન્ટ્રાક્ટ જૂનમાં જ પૂરો થઈ ગયો હતો.છેલ્લા 20 વર્ષ બાર્સિલોના સાથે જોડાયેલા રહ્યા બાદ કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે મેસ્સી કાં તો ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મન જઈ શકે છે અથવા તો પછી તે ઈંગ્લેન્ડના ક્લબ માનચેસ્ટર સિટી સાથે જોડાઈ જશે.પરંતુ તેણે કિંમત ઘટાડીને પણ બાર્સિલોના સાથે રહેવાનો નિર્ણય લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.