બાંગ્લાદેશ મેચ હાર્યું, 3-2થી સિરીઝ જીતી, ન્યૂઝિલેન્ડે 5મી T-20 મેચ 27 રનથી જીતી

Sports
Sports 48

ન્યૂઝીલેન્ડ (NZ) ક્રિકેટ ટીમે ટોમ લેથમની આક્રમક ઈનિંગની સહાયતાથી 5મી T-20 મેચ 27 રનથી જીતી લીધી છે. જોકે કીવી ટીમ આ મેચ જીતી હોવા છતા સિરીઝ 3-2થી હારી ગઈ છે.

મીરપુરના શેરે બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી કીવી ટીમને ફિન એલન અને રચિન રવિન્દ્રની ઓપનિંગ જોડીએ એક મજબૂત શરૂઆત આપી હતી. તેમણે પહેલી વિકેટ માટે 58 રન જોડ્યો હતા. જોકે બંને ખેલાડી બેક ટુ બેક પેવેલિયન ભેગા થઈ જતા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.

ઓપનર્સ બેક ટુ બેક પેવેલિયન ભેગા થયા પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ઈનિંગને સંભાળી હતી અને 37 બોલમાં 50 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ દરમિયાન લેથમનો સાથે ફિન એલને આપ્યો હતો, તેણે પણ 41 રનની આક્રમક ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરમાં 161 રનને પાર પહોંચાડ્યો હતો. બાંગ્લાદેશના બોલર શોરીફુલ ઇસ્લામે સર્વાધિક 2 વિકેટ લીધી.

162 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારપછી ન્યૂઝીલેન્ડના અફીફ હુસૈન (49*) અને મહમદુલ્લાહે (23) 50 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઈનિંગને સંભાળી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલર્સ સામે બાંગ્લાદેશના ક્રિકેટર્સ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નહતા અને 20 ઓવરમાં 8 વિકેટે 134 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.