બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડની ભૂમિ પર 21 વર્ષમાં પહેલીવાર વિજય મેળવી

Sports
Sports

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાધારણ ટીમ તરીકેની ઓળખ ધરાવતા બાંગ્લાદેશે વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને તેના જ ઘરઆંગણે પ્રથમ ટેસ્ટમાં હરાવવાની અસાધારણ સિદ્ધિ મેળવતા મેજર અપસેટ સર્જ્યો હતો. બાંગ્લાદેશનો ન્યુઝીલેન્ડની ભૂમિ પરનો કોઈ પર ફોર્મેટની દ્વિપક્ષિય મેચમાં આ સૌપ્રથમ વિજય હતો. તેઓ અગાઉ ન્યુઝીલેન્ડની ભૂમિ પર ૩૨ મેચ રમ્યા હતા અને તમામ મેચમાં હાર્યા  હતા. જોકે માઉન્ટ માન્ગનુઈની ટેસ્ટ જીતની સાથે બાંગ્લાદેશે નવું સીમાચિહ્ન  સર કર્યું છે.

ન્યુઝીલેન્ડના ૩૨૮ના સ્કોર સામે બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં ૪૫૮ રન નોંધાવતા ૧૩૦ રનની સરસાઈ મેળવી હતી. જે પછી ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગમાં ૧૬૯ રનમાં જ ખખડી ગયું હતુ. ઈબાદત હોસૈને છ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. જીતવા માટેના ૪૦ રનના ટાર્ગેટને બાંગ્લાદેશે ૧૬.૫ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.