‘કિંગ કોહલી’ પર ભારે પડી રહ્યો છે બાબર આઝમ, વિરાટનો વધુ એક રેકોર્ડ કર્યો ધ્વસ્ત

Sports
fastest run as captain
Sports

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની બેટિંગ કુશળતાથી બધાને પ્રભાવિત કર્યા છે. તેને ‘પાકનો વિરાટ કોહલી’ કહેવામાં આવે છે, પરંતુ 27 વર્ષીય પાક બેટ્સમેને વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારા કેપ્ટનોની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. જમણોડી બેટ્સમેન બાબર આઝમે (103) બુધવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 17મી સદી ફટકારી હતી.

પાકિસ્તાને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

તેની ઇનિંગથી પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટે રોમાંચક જીત નોંધાવી હતી. આ જીત સાથે પાકિસ્તાને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા ઓપનર શે હોપની સદીના આધારે 305 રન બનાવ્યા હતા, આ સ્કોર પાકિસ્તાને 4 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો.

ODIમાં કેપ્ટન તરીકે બાબરના સૌથી ઝડપી 1 હજાર રન

મુલતાનમાં 14 વર્ષ બાદ આ મેચ થકી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. બાબર આઝમે તેના ચાહકોને આ સદીની ભેટ આપી હતી. અગાઉ આ મેદાને 2008માં બાંગ્લાદેશની યજમાની કરી હતી. આ ઈનિંગની સાથે જ પાકિસ્તાનના કેપ્ટને એક કેપ્ટન તરીકે ODI ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કરી લીધા છે. બાબરે આ આંકડાને સ્પર્શવા માટે 13 ઇનિંગ્સ લીધી હતી અને તે આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી કેપ્ટન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે હતો, જેણે કેપ્ટન તરીકે 17 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા.

બીજી વખત હેટ્રિક સદી ફટકારી

બાબરે વન-ડેમાં બીજી વખત સદીની હેટ્રિક ફટકારી છે. ODI ક્રિકેટમાં આ તેની સતત ત્રીજી સદી છે. પાકિસ્તાનના કેપ્ટને વેસ્ટ ઈન્ડિઝ પહેલા ઓસ્ટ્રેલિયા સામે બેક ટુ બેક સદી ફટકારી હતી. તેણે 2016માં સદીઓની હેટ્રિક ફટકારી હતી. ત્યારબાદ કેરેબિયન ટીમ સામે તેણે બેક ટુ બેક 3 સદી ફટકારી હતી. મેચ બાદ કેપ્ટને પોતાની ઉદારતા બતાવી અને પોતાના જુનિયર ખુર્શીદ શાહને મેન ઓફ ધ મેચ આપ્યો હતો. ખુર્શીદ શાહે અણનમ 41 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી અને ટીમને જીત તરફ દોરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.