ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ 6 વર્ષ પછી T20 લીગમાં જોવા મળશે

Sports
Sports

IPL 2022માં સામેલ ટીમો અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 6 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો આક્રમક બોલર મિચેલ સ્ટાર્ક આ T20 લીગમાં કમબેક કરવા જઈ રહ્યો છે. 12 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્કે કહ્યું કે તે આ વર્ષે IPL રમતા જોવા મળી શકે છે. સ્ટાર્કે કહ્યું કે તે T20 વર્લ્ડ કપની તૈયારી કરવાના ઈરાદા સાથે IPL 2022માં ભાગ લઈ શકે છે. સ્ટાર્કના મતે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં મને હજુ બે દિવસ લાગશે.

સ્ટાર્કે IPLમાં અત્યારસુધી 27 મેચ રમી છે, જેમાં તેણે 7.17ની ઈકોનોમી અને 17.06ના સ્ટ્રાઈક રેટ સાથે 34 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 96 રન પણ કર્યા છે, જેમાં 29 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. તે જ સમયે, સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે રમાયેલી 48 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 60 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી 7.52 રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.