
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી-અનુષ્કા શર્મા ઋષિકેશ ખાતે પહોંચ્યા
વર્તમાનમાં ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે ધાર્મિક યાત્રાએ છે.ન્યુઝીલેન્ડ સામે વન ડે સિરીઝ બાદ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા મળેલા બ્રેક દરમિયાન કોહલી અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા હતા.આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વીના આશ્રમ પણ પહોંચ્યા.જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ હતા.આમ બંને ધાર્મિક અનુષ્ઠાન માટે ઋષિકેશ ખાતે પહોંચ્યા છે જે ધાર્મિક અનુષ્ઠાન મંગળવારે થવાની શક્યતા છે.આ સિવાય બંનેએ ગુરુની સમાધિ પર પુષ્પ અર્પણ કરીને ધ્યાન લગાવ્યુ હતું.