ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં ૨૭૫ રનથી સજ્જડ પરાજય આપ્યો

Sports
Sports

ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટના આખરી દિવસે ઈંગ્લેન્ડને ૨૭૫ રનથી મોટો પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે. ૦-૨ થી પાછળ રહ્યા પછી ઈંગ્લેન્ડ તેના ક્રિકેટ ઈતિહાસમાં એક જ વખત એશિઝ જીત્યું છે. ઈંગ્લેન્ડની આ ટીમનું સ્તર જોતા તેઓ આવો ચમત્કાર કરી શકે તેમ લાગતું નથી. આ બીજી ટેસ્ટ ડે-નાઈટ હતી.

ઈંગ્લેન્ડે આજે ધાર્યા કરતા ઓસ્ટ્રેલિયાને વિજય માટે હંફાવ્યું જરૃર હતું. જીતવા માટેના ૪૬૮ રનના પડકાર સામે ઈંગ્લેન્ડે ગઈકાલે ચોથા દિવસે જ રમતના અંતે ૮૨ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડ ચોથા દિવસે ૪૩.૨ ઓવર રમ્યું હતું. તેઓના ટોપ બેટ્સમેન આઉટ થઈ ગયા હોઈ ઓસ્ટ્રેલિયા ઝડપથી ઈંગ્લેન્ડને સમેટી લેશે તેમ લાગતું હતું પણ આજે બટલરની જબરદસ્ત ડ્રોમાં ખેંચવાના પ્રયત્ન સાથેની રમતે એક તબક્કે ઓસ્ટ્રેલિયા માટે ડર ઉભો કર્યો હતો કે ઈંગ્લેન્ડ ડ્રોમાં તો મેચ નહીં ખેંચી જાય ને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.