
ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડ કપ માટે કરી ટીમની ઘોષણા, માર્નસ લાબુશેન ડ્રોપ, જાણો ડેવિડ વોર્નરનું શું થયું?
cricket : ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડ કપ માટે પોતાની ટીમની ઘોષણા કરી દીધી છે. 18 સદસ્યની ટીમમાં માર્નસ લાબુશેનને જગ્યાં ન મળવાથી તેનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું તૂટી ગયું. ત્યાં જ ડેવીડ વોર્નર જગ્યાં બનાવવામાં સફળ રહ્યો છે. જાણવી દઈએ કે હાલમાં જ જયારે ઓસ્ટ્રેલિયાઈ ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે લાબુશેન તેમાં શામેલ હતો. પરંતુ, ત્યાં બેટથી મળેલી નિષ્ફળતાની કિંમત ટીમમાંથી બહાર થઈને ચૂકવવી પડી છે. લબુશેને ભારત સામેની 3 મેચની વનડે સીરીઝમાં માત્ર 43 રન બનાવ્યા હતા.
માર્નસ લાબુશેનએ ઑસ્ટ્રેલિયા માટે 30 વનડે રમી છે, જેમાં તેણે 31.37ના સરેરાશથી ફક્ત 847 રન બનાવ્યાં છે. વનડેની 28 ઇનિંગ્સમાં લબુશેને ફક્ત 1 શદી અને 6 અડધી સદી ફટકારી છે. લબુશેનએ પોતાનું વનડે ડેબ્યું વર્ષ 2020માં કર્યું હતું. આવી સ્થિતિમાં જો તેને ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદ કરવામાં આવે તો તે પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ રમતા જોવા મળી શકે છે.પરંતું, ટીમથી ડ્રોપ કરવાના નિર્ણય બાદ એવું થઈ શક્યું નહીં.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ માટે માત્ર 18 સભ્યોની ટીમ પસંદ કરી નથી, પરંતુ તે પહેલા દક્ષિણ આફ્રિકા અને ભારત સામે રમાનારી વનડે શીરીઝ માટે પણ પસંદગી કરી છે.
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકામાં 5 વન-ડે મેચોની સીરીઝ રમવાની છે, ત્યાર બાદ તેને વનડે વર્લ્ડ કપ પહેલા ભારતનો પ્રવાસ કરવો પડશે. ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યાં તે 3 વનડે મેચોની સીરીઝ રમશે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ, ભારત પ્રવાસ અને વનડે વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ , જોશ ઇંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા, ટ્રેવિસ હેડ.