ફાઈનલ મેચની સાક્ષી બનવા માટે અમદાવાદ પહોંચી આથિયા શેટ્ટી

Sports
Sports

મુંબઈ, બોલિવુડ અભિનેત્રી અને ક્રિકેટર કે એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા પોતાના પતિ અને ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવી પહોંચી છે. એરપોર્ટ પરથી તેની એક તસ્વીર સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી દર વખતે કે એલ રાહુલ અને ભારતીય ટીમને મેદાન પર ચિયર કરતી નજર આવે છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.

તમને જણાવી દઈએ કે કે એલ રાહુલ અને સમગ્ર ભારતીય ટીમ ખુબ જ ફોર્મમાં નજર આવી રહી છે.સેમિફાઈનલ મેચમાં તેમને ૨૦ બોલ પર તાબડતોડ ૩૯ રનની ઈનિંગ રમી હતી. જો કે મુંબઈના વાનખેડે મેદાન પર યોજાયેલી સેમિફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં આથિયા શેટ્ટી નજર આવી નહતી પણ તે ફાઈનલ મેચમાં સાક્ષી બનવા માટે બે દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ચૂકી છે.

૧૨ વર્ષ બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. જો કે ભારત માટે ફાઈનલનો રસ્તો સરળ નથી. ભારતે ઓસ્ટ્રેલિયા ટીમનો સામનો કરવાનો છે, જે આ વર્લ્ડ કપમાં ફોર્મમાં નજર આવી રહી છે અને સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓની સાથે સાથે કે એલ રાહુલ પર પણ ફેન્સની નજર રહેશે.

તમને જણાવી દઈએ કે કે એલ રાહુલે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ૧૦ મેચ રમી છે. તેમાં ૭૭થી વધારેની એવરેજની સાથે તેમને ૩૮૬ રન બનાવ્યા છે. કે એલ રાહુલે આ વખતે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. જ્યારે સ્ટમ્પિંગ કરીને એક ખેલાડીને આઉટ કર્યો છે, જ્યારે ૧૫ કેચ પકડયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.