આથિયા અને રાહુલના લગ્ન પ્રસંગનો આજથી પ્રારંભ થયો

Sports
Sports

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કે.એલ રાહુલ આગામી 23મીએ સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં લગ્ન કરી રહ્યા છે.ત્યારે તેમના લગ્નની વિધીઓ તા.21થી શરૂ થઇ ગઇ છે.જેમના લગ્નમાં ફક્ત 100 લોકોને નિમંત્રણ આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.આથિયા-કે.એલ રાહુલના લગ્ન દક્ષિણ ભારતીય રીત-રિવાજથી થવાના છે.ત્યારે તેમના લગ્નની શરૂઆતમાં હળદીની વિધી,મહેંદી ફંકશન,સંગીત સેરેમની જેવી વિવિધ રસમો યોજાવાની છે.જેમાં મોટેભાગે પરિવારજનો જ સામેલ થવાના છે.લગ્નમાં સલમાન ખાન,અક્ષય કુમાર,જેકી શ્રોફ,અનિલ કપૂર,શિલ્પા શેટ્ટી જેવા કલાકારો સામેલ થાય તેવી જાણકારી છે.આમ આથિયાએ 2015માં હીરો ફિલ્મથી બોલીવૂડમા ડેબ્યુ કર્યું હતું.તેણે કારકિર્દીમાં અત્યારસુધીમાં 4 ફિલ્મો આપી છે,જેમાંથી એકમાં તો તે મહેમાનની ભૂમિકામાં રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.