સ્વિસ ઓપનમાં પીવી સિંધુએ યિગિતને હરાવી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં કર્યો પ્રવેશ

Sports
Sports

બાસેલ,
ભારતીય શટલર પીવી સિુંધુએ બુધવારે તુર્કીની નેસલીહન યિગિતને હરાવીને સ્વિસ ઓપન સુપર ૩૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત મેળવી શુભ શરૂઆત કરી છે. સિંધુએ યિગિતને ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવી હતી. આ સાથે જ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સિંધુનો પ્રવેશ થયો છે. ભારતીય ખેલાડીએ પહેલી ગેમમાં અદ્ભૂત શરૂઆત કરતા ૧૦-૫ની લીડ લઈ લીધી હતી, પરંતુ પછી તેના પ્રતિસ્પર્ધીએ વાપસી કરી અને સ્કોરને ૧૧-૧૧થી સરભર કરી દીધો હતો.
સિંધુએ ફરીથી લીડ બનાવી અને આને અંત સુધી જાળવી રાખી. પહેલી ગેમ ૨૧-૧૬થી પોતાના નામે કરી. જ્યારે બીજી ગેમમાં યિગિતે સિંધુને ટક્કર આપી છતાં જીત મેળવી ન શકી. આ પહેલા ભારતના કિદામ્બી શ્રીકાંત, સૌરભ વર્મા અને અજય જયરામે પોતાની વિજયી શરૂઆત કરતા અહીં ચાલી રહેલા સ્વિસ ઓપનના બીજા તબક્કામાં બુધવારે જગ્યા બનાવી લીધી છે. ચોથી સીડ શ્રીલંકાએ પોતાના પહેલા તબક્કાના મુકાબલામાં અને સૌરભના ભાઈ સમીર વર્માને ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૧થી મ્હાત આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.