એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મહિલા હોકી ટીમ થાઈલેન્ડ સામે રમશે

Sports
Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ઓલિમ્પિકમા ચોથા ક્રમે રહેલી ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પ્રબળ દાવેદાર છે. સાઉથ કોરિયાના ડોન્ગહાઈમાં યોજાઈ રહેલી ટુર્નામેન્ટમાં ભારત અને થાઈલેન્ડની મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 9:15 વાગ્યાથી શરૂ થશે. 6 દેશોની ટુર્નામેન્ટમાં ભારત-થાઈલેન્ડની સાથે યજમાન સાઉથ કોરિયા,ચીન,જાપાન અને મલેશિયા ભાગ લઈ રહ્યા છે. ભારતીય મહિલા ટીમે વર્ષ 2016માં યોજાયેલી સૌપ્રથમ મહિલાઓની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ વર્ષ 2018માં બીજી ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ટીમને ફાઇનલમાં સાઉથ કોરિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. જેમાં ટોચના બે સ્થાન પર રહેનારી ટીમો વચ્ચે આગામી 12 ડિસેમ્બરે ફાઈનલ મેચ રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.