
એશિયા કપ 2023: ભારતમાં કયા સમયથી મેચ જોઈ શકાશે, લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે, જાણો સંપૂર્ણ વિગતો
એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ મેચ પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે. એશિયા કપના સમયને લઈને એક જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે એશિયા કપમાં રમાનાર 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. આ સિવાય બાકીની તમામ મેચો શ્રીલંકામાં યોજાવા જઈ રહી છે. એશિયા કપમાં ભારતની ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે રમવા જઈ રહી છે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. ભારત-પાકિસ્તાન મેચ ભારતના સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ વખતે એશિયા કપ 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.
એશિયા કપ 2023નો સમય (ભારતના સમય અનુસાર)
30 ઓગસ્ટ, પાકિસ્તાન vs નેપાળ, મુલતાન, સમય-3:PM
ઑગસ્ટ 31: બાંગ્લાદેશ vs શ્રીલંકા, કેન્ડી, સમય-3:PM
સપ્ટેમ્બર 2: પાકિસ્તાન vs ભારત, કેન્ડી, સમય-3: PM
4 સપ્ટેમ્બર: ભારત Vs નેપાળ, કેન્ડી, સમય-3:PM
સપ્ટેમ્બર 5: અફઘાનિસ્તાન vs શ્રીલંકા, લાહોર, સમય- 3:PM
સુપર-4
સપ્ટેમ્બર 6: A1 Vs B2, લાહોર, સમય-3:PM
સપ્ટેમ્બર 9: B1 Vs B2, કોલંબો, સમય-3: PM
સપ્ટેમ્બર 10: A1 Vs A2, કોલંબો, સમય-3:PM
સપ્ટેમ્બર 12: A2 Vs B1, કોલંબો, સમય-3:PM
સપ્ટેમ્બર 14: A1 Vs B1, કોલંબો, સમય-3:PM
સપ્ટેમ્બર 15: A2 Vs B2, કોલંબો, સમય-3:PM