Asia Cup 2023/ એશિયા કપ 2023ની પહેલા ટીમ ઇંડીયાને લાગ્યો ફટકો, આ સ્ટાર ખેલાડી નઈ લઇ શકે ટુર્નામેંટમાં ભાગ!

Sports
Sports

એશિયા કપ 2023ની પહેલા ટીમ ઇંડીયા માટે એક દુખ:દ સમાચાર સામે આવ્યા છે. ટીમના એક સ્ટાર ખેલાડી આ ટૂર્નામેંટથી બહાર થઈ શકે છે. એશિયા કપ 2023 (Asia Cup 2023) પાકિસ્તાનના યજ્બાનમા રમાશે. આ ટુર્નામેંટની શરુઆત 31 ઓગસ્ટથી થઇ શકે છે
ટૂર્નામેંટની શરુઆતની પહેલી મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની મેચ શ્રીલંકામા રમાશે. પરંતુ એશિયા કપ 2023ની પહેલા ટીમ ઇંડીયા માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના એક સ્ટાર આ ટુર્નામેંટમા ભાગ લઈ શકશે નહી.આ ખિલાડી પાછલા કેટલાય  સમયથી ઈજાઓ સાથે સંઘર્શ કરે છે.

એશિયા કપની પહેલા ટીમ ઇંડીયાને મોટો ફટકો
ટીમ ઇંડીયાના સ્ટાર ખિલાડી કે.એલ.રાહુલને ઈજા પહોંચવાથી હાલ તે ટીમ ઈંડીયાથી બહાર છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પણ કે.એલ.રાહુલ ટીમનો ભાગ નહી બને. તેઓ મેદાન પર પાછા આવવા માટે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મહેનત કરી રહ્યા છે. પરંતુ રિપોર્ટ્સ મુજબ, કે.એલ.રાહુલ. હજુ સુધી સ્વસ્થ થઈ શક્યા નથી અને તેઓ એશિયા કપ 2023મા પણ રમી શકશે નહી…

IPL2023ના સમયે પહોંચી ઈજા
આઈપીએલમાં લખનૌ સુપર જાયંટ્સમાં કેપ્ટનશીપ કરનાર કે.એલ.રાહુલ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ આ ઈજા પછી આઈપીએલ અને વર્લ્ડ કપ ચેમ્પીયનશીપ ફાઈનલમાંથી નીકળી ગયા હતા અને તેને સાથળની સર્જરી કરાવી હતી. કે.એલ.રાહુલ અત્યારે ટીમમાં ફરી પાછા આવવા માટે NCA(નેશનલ ક્રિકેટ એકેડેમી)માં છે. એશીયા કપ પહેલા રાહુલની ટીમમાં પાછા આવવા માટે અપેક્ષા કરવામા આવી રહી હતી. પરંતુ હજુ સુધી તે સ્વસ્થ થઈ શક્યો નથી.

કે.એલ.રાહુલ.ની ટીમ ઇંડીયા માટે છેલ્લી મેચ માર્ચ2023 માં રમી હતી. તેને ટીમ ઇંડીયા માટે આજ સુધી 54 વનડે મેચોમાં 1986 રન બનાવ્યા છે, જેમા 5 વખત સદી ફટકારી છે. ત્યારે 47 ટેસ્ટ મેચોમાં કે.એલ.રાહુલ.એ 33.44ના સરેરાશથી 2642 રન બનાવ્યા હતા. આ દરમિયાન કે.એલ.રાહુલના બેટથી 13 હાફ સદી અને 7 સદી  નીકળી છે. ટી20માં કે.એલ.રાહુલના આંકડા ઘણા શાનદાર રહ્યા છે. તેણે 72 ટી20 મેચ રમતી વખતે 2265 રન બનાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.