અનુષ્કા શર્મા પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં જાેવા મળશે

Sports
Sports

મુંબઈ,
બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ ફિલ્મોથી બ્રેક લઈ અંગત જિંદગીનો આનંદ લઈ રહી છે. તે પોતાના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે સમય વિતાવી રહી છે અને પરિવારને સપોર્ટ કરે છે. જ્યારે ફેન્સ અનુષ્કા શર્માને ફરી એકવાર ફિલ્મોમાં જાેવા માટે આતુર છે. અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાનની અપોઝિટ જાેવા મળી હતી.
પાછલા વર્ષે જ્યારે અનુષ્કા શર્મા પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં લીડ રોલ નિભાવશે તેવા સમાચાર આવ્યા બાદ તેના ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના રોલની કેટલીક તસવીરો પણ સામે આવી હતી.
ઈડન ગાર્ડનમાં ઝૂલન દેવી ફિલ્મનું શૂટિંગ કરતાં અનુષ્કા શર્માની તસવીરો પણ જાેવા મળી હતી જેમાં તે બ્લૂ જર્સીમાં જાેવા મળી હતી. પરંતુ બાદમાં આ ફિલ્મનું કામ ઠપ્પ થઈ ગયું હતું. પરંતુ હવે બૉલીવુડ હંગામા રિપોટ્‌ર્સ મુજબ અનુષ્કા શર્માની આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ છે. અત્યારે ઝૂલન દેવી બાયોપિકની પટકથા પર કામ થઈ રહ્યું છે અને એકવાર સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ તો બાદમાં આ ફિલ્મનું આગળનું કામ શરૂ કરી દેવાશે.
ફિલ્મની પટકથાનું કામ પૂરું થયા બાદ અનુષ્કા આ ફિલ્મની તૈયારી પર કામ કરશે. ઉમ્મીદ છે કે આ ફિલ્મ વર્ષના અંત સુધી અથવા ૨૦૨૨ની શરૂઆતમાં ફ્લોર પર જતી રહેશે.
અનુષ્કા શર્માની નવી ફિલ્મ સંભવતઃ ઝૂલન દેવી બાયોપિક જ હશે. પરંતુ અનુષ્કા શર્માએ હજી સુધી પોતાની આગામી ફિલ્મને લઈ ઓફિશિયલી કંઈપણ ઘોષણા કરી નથી.
ઝૂલન દેવી મહિલા ઈન્ડિયન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન રહી ચૂકી છે જે પોતાની ઓલરાઉંડર રમત માટે ઓળખાય છે. તેમને વર્ષ ૨૦૦૭માં આઈસીસીનો ખિતાબ પણ મળી ચક્યો છે. આ ઉપરાંત તેઓને કેટલાય સન્માનથી પણ સમ્માનિત કરવામાં આવ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.