એન્ડરસન મુશ્કેલીમાં આવી શકે, એક ટિ્‌વટમાં સ્ટુઅર્ટ બ્રોડને કહ્યો હતો ‘લેસ્બિયન’

Sports
Sports

લંડન,
ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનનાં વિવાદિત ટ્‌વીટને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ભૂકંપ સજ્ર્યો છે. એક પછી એક અનેક ખેલાડીઓનાં નામ આગળ આવી રહ્યા છે, જેમણે, રોબિન્સનની જેમ, ભૂતકાળમાં વિવાદાસ્પદ ટ્‌વીટ્‌સ કરી હતી. આવા ખેલાડીઓ સામે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. હવે આ વિવાદમાં રોબિન્સનને ૮ વર્ષ જુનાં જાતિવાદી ટ્‌વીટના કિસ્સામાં સસ્પેન્ડ કર્યા પછી જેમ્સ એન્ડરસન પણ મુશ્કેલીમાં આવી શકે છે. ૧૧ વર્ષ પહેલા તેના એક ટિ્‌વટમાં એન્ડરસને સ્ટુઅર્ટ બ્રોડને ‘લેસ્બિયન’ કહ્યો હતો.
એન્ડરસનનું આ ટ્‌વીટ ફેબ્રુઆરી ૨૦૧૦નુ છે. એ ટ્‌વીટમાં એન્ડરસને બ્રોડને લખ્યું કે મે આજે પહેલીવાર બ્રોડીનું નવું હેરકટ જાેયું. વિચાર્યું કે તે ૧૫ વર્ષનો લેસ્બિયન જેવો દેખાશે !. તેની આ ટિ્‌વટ પર એન્ડરસને કહ્યું કે મારા માટે આ ઘટના ૧૦-૧૧ વર્ષ પહેલાંની છે. હું હવે એક વ્યક્તિ તરીકે બદલાઈ ગયો છું અને મને લાગે છે કે વસ્તુઓ બદલાતી રહે છે એ સમયે કરેલી ભૂલ હવે મને સમજાઇ રહી છે.
એન્ડરસન સિવાય ઇઓન મોર્ગન, જાેસ બટલર, જાે રૂટ અને ડોમ બેસ સહિતના ઘણા ઇંગ્લેંડના ક્રિકેટરોની વાંધાજનક સો.મીડિયા પોસ્ટ્‌સ વાયરલ થઈ રહી છે. રોબિન્સન વિવાદ બાદ આ ખેલાડીઓની ૧૦ વર્ષની જૂની પોસ્ટ્‌સ સામે આવી છે, ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન બાદ હવે આ ખેલાડીઓની મુશ્કેલીઓ પણ વધી શકે છે. કારણ કે ઈસીબીએ તપાસનો વ્યાપ વધારવાની વાત કરી છે.
એન્ડરસન ગુરુવારે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ માટે અગ્રણી ટેસ્ટ ખેલાડી બનશે જ્યારે તે ૧૬૨ મી વખત મેદાનમાં ઉતરશે. ખેલાડીએ માન્યુ કે રોબિન્સનના ટ્‌વીટ વિવાદ બાદ બાકીના ખેલાડીઓની ચિંતા વધી ગઈ છે. આ ઝડપી બોલરે કહ્યું, મને હવે ચિંતા થાય છે. વર્ષો પહેલા કરેલી ટ્‌વીટથી વિવાદ થતો હોય તો સો.મીડિયા નો ઉપયોગ કરતા દરેક ખેલાડીઓએ ખુબજ સંભાળવુ જાેઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.