
ભારતીય ટીમમા અજિંક્ય રહાણેનુ આગમન થયુ
ભારતીય ખેલાડી અજિંક્ય રહાણે લાંબાસમય બાદ ભારતીય ટીમ તરફથી રમવા મેદાનમાં ઉતારવા તૈયાર છે.ત્યારે પસંદગીકારોએ તેને ફરી એકવાર વાપસીની તક આપી છે.જેમા તેને આઈ.સી.સી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી મહત્વની મેચમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળશે.આ મેચ આગામી 7 થી 11 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે.ત્યારે ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં અજિંક્ય રહાણેના આગમનથી મજબૂતી આવી છે.રહાણે પાંચમા નંબર પર બેટિંગની જવાબદારી સંભાળશે.અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયા સામે 17 ટેસ્ટમાં 1090 રન બનાવ્યા છે.જેમાં 2 સદી અને 2 ફિફ્ટી સામેલ છે.રહાણેનો ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 147 રન છે.