
આગામી સમયમાં ધોની ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં પ્રવેશ કરશે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફિલ્મ પ્રોડક્શનમાં પ્રવેશ કરી લીધો છે.જેમાં પ્રથમ તામિલ ફિલ્મ તેમના પ્રોડક્શન ધોની એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે.ત્યારે તેનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.જેમાં ફિલ્મનું નામ અને કાસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો છે.ધોની એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનેલી પ્રથમ તમિલ ફિલ્મનું નામ લેટ્સ ગેટ્સ મેરીડ છે.ત્યારે આ ફિલ્મમાં નાદિયા,હરીશ કલ્યાણ,ઇવાના અને યોગી બાબુ ખાસ ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું મોશન પોસ્ટર એનિમેશન પ્રકારમાં બનાવવામાં આવ્યું છે.ત્યારે ધોની દ્વારા નિર્મિત ફિલ્મનું નિર્દેશન રમેશ થમિલમાનીએ કર્યું છે.જે રમેશની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મની નિર્માતા ધોનીની પત્ની સાક્ષીસિંહ ધોની છે.ધોનીએ ખૂબ જ ઓછા બજેટમાં ડેબ્યૂ કર્યું છે.તમિલ અભિનેતા હરીશ કલ્યાણનું નામ તેની ફિલ્મ પ્યાર પ્રેમા કાધલ પરથી રાખવામાં આવ્યું હતું.આ ફિલ્મ સુપરહિટ રહી હતી.જ્યારે અભિનેત્રી ઈવાનાની ફિલ્મ લવ ટુડે ગયા વર્ષે આવી હતી,જે સુપરહિટ રહી હતી.આ ફિલ્મ પછી ઈવાનાને ઘણી ઓળખ મળી છે.આમ ધોની વર્તમાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે.જે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.ત્યારે તે આઈપીએલની આગામી સિઝન 2023માં પણ રમતો જોવા મળશે.