રૈના બાદ સીએસકેને લાગ્યો વધુ એક ઝટકો, હરભજન સિંહ આઇપીએલમાંથી થયો બહાર

Sports
Sports

ન્યુ દિલ્હી,
કોરોના મહામારીમાં આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે. પણ અહીં સીએસકે માટે એક બાદ એક આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ સીએસકેના સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની વાત, બાદમાં સુરેશ રૈનાનું આઈપીએલ છોડી જવાની વાત હોય, તેવામાં હવે સીએસકેને વધુ એક ઝાટકો લાગ્યો છે. હરભજન સિંહે અંગત કારણોને કારણે આઈપીએલમાંથી બહાર થવાનો ર્નિણય કર્યો છે. ભારતમાં વધતાં કોરોના વાયરસના મામલાઓને કારણે ઈન્ડિયન પ્રિમિયર લીગની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પણ હજુ સુધી તેનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. તેવામાં સીએસકે માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉ માતાની ખરાબ તબિયતને કારણે હરભજન સિંહે સીએસકે સાથે ટ્રેનિંગમાં નહીં જાેડાવાનો ર્નિણય કર્યો હતો.
જે બાદથી જ ચર્ચાઓ ચાલતી હતી કે હરભજન સિંહ આ વખતે આઈપીએલમાં નહીં રમે. પણ આજે હરભજને તમામ ચર્ચાઓ પર પુર્ણ વિરામ મુકતાં સીએસકેને પોતાના ર્નિણયની જાણકારી આપી હતી. અંગત કારણો રજૂ કરીને આઈપીએલ ન રમવાનો ર્નિણય હરભજન સિંહે કર્યો છે. અગાઉ સુરેશ રૈના પણ અંગત કારણોસર આઈપીએલ છોડીને દુબઈથી ભારત પરત ફર્યો હતો. તો હરભજનને ૧ સપ્ટેમ્બરથી સીએસકે સાથે જાેડાવાનું હતું. પણ તે સમયે હરભજન ટીમ સાથે જાેડાયો ન હતો. અને યુએઈ માટે પણ રવાના થયો ન હતો.
ત્યારે ખબર હતી કે હરભજન બાદમાં ટીમ સાથે જાેડાશે. પણ હવે તેણે આઈપીએલમાંથી હટવાનું મન બનાવી લીધું હતું. સીએસકેના બે ખેલાડીઓ અને અમુક સપોર્ટ સ્ટાફ કોવિજ ૧૯ પોઝિટિવ આવ્યા હતા. અને આ જ કારણે ટીમનો ક્વોરન્ટીન સમય વધારીદેવામાં આવ્યો છે. અને તેને કારણે ટીમનું ટ્રેનિંગ શિડ્યુલ પણ સમય મુજબ ચાલી રહ્ય્šં નથી. જાે કે, બાદમાં તમામ પ્લેયર્સનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.