સતત 9મા વર્ષે સીઝન ઓપનર ગુમાવ્યા પછી રોહિતે કહ્યું, પ્રથમ મેચ નહીં, પરંતુ ટૂર્નામેન્ટ જીતવી મહત્ત્વની છે

Sports
Sports

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 2 વિકેટે હારનો સામનો કર્યો. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 159 રન કર્યા હતા. જવાબમાં બેંગલોરની ટીમે થ્રિલર મેચમાં અંતિમ બોલે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેચ પછી મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પોતાના સ્વેગમાં કહ્યું, પ્રથમ મેચ નહીં, પરંતુ ટૂર્નામેન્ટ જીતવી મહત્ત્વની છે.

રોહિતે મેચ પછી કહ્યું હતું કે પ્રથમ મેચ નહીં, પરંતુ ટૂર્નામેન્ટ જીતવી મહત્ત્વની છે. અમે સારા પ્રયત્ન કર્યા. છેલ્લે સુધી જોરદાર ફાઇટ આપી. તેમ છતાં મને લાગ્યું કે પ્રથમ બેટિંગ કરતાં અમને જે શરૂઆત મળી હતી એ પછી અમે 20 રન ઓછા કર્યા હતા. અમે અમુક ભૂલો કરી, જે પહેલી મેચમાં થાય છે. માર્કો જાનસેનનો દેખાવ સરસ હતો. તે ઇનિંગ્સમાં ક્યારેયપણ આવીને બોલિંગ કરી શકે છે.

રોહિતે કહ્યું હતું કે જે ટીમનો હોમ રેકોર્ડ સારો હોય તેમના માટે ન્યૂટ્રલ વેન્યુ પર બધી મેચો રમવી અઘરી સાબિત થઈ શકે છે. આ રમતની એક ચેલેન્જ છે. અમે ખુશ છીએ કે કોરોનાકાળમાં પણ ગ્રાઉન્ડ પર જઈને દેશના લોકોના ચહેરા પર સ્મિત લાવી શકીએ છીએ.

મુંબઈની ટીમે સતત 9 વર્ષે લીગમાં સીઝનમાં પોતાની પ્રથમ મેચ ગુમાવી છે. 2013થી મુંબઈની ટીમ દર વર્ષે સીઝનની પહેલી મેચ હારી છે અને બેંગલોર સામેની હાર પછી તેમનો આ ક્રમ યથાવત રહ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.