50 રનમાં 6 વિકેટ પડ્યા બાદ વોશિંગ્ટન સુંદરે તોફાન સર્જ્યું, 30 બોલમાં જીતી લીધી T20 મેચ!

Sports
Sports

ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જેના માટે ભારતીય ખેલાડીઓ 3 જુલાઈએ પ્રવાસ કરવાના સમાચાર છે. આ પ્રવાસમાં ભારત ફૂલ ફ્લેગ સિરીઝ રમશે, જેમાં વનડે, ટેસ્ટ અને ટી20 સિરીઝ રમાશે. ટેસ્ટ અને વનડે માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બંને ટીમમાં વોશિંગ્ટન સુંદરનું નામ નથી. પરંતુ, હવે તેણે TNPLમાં જે પ્રકારની ઈનિંગ્સ રમી છે, તે જોઈને લાગે છે કે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં તે રમતા જોવા મળશે.

ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પોતાની ટીમ માટે હારેલી રમતને જીતાડવાનું કામ કર્યું છે. તેણે જે કર્યું છે તેના માટે તેને સિકંદર પણ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. વાસ્તવમાં જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેની ટીમની હાલત કંઈક આવી હતી. ટીમ માટે 100 રન બનાવવા પણ  મુશ્કેલ લાગતું હતું. અમે TNPLમાં મદુરાઈ પેન્થર્સ અને ચેપોક સુપર ગિલીઝ વચ્ચે રમાયેલી મેચ વિશે વાત કરી રહ્યા છીએ. આ મેચમાં વોશિંગ્ટન સુંદર મદુરાઈ પેન્થર્સ માટે રમી રહ્યો હતો. તેની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી, પરંતુ જે શરૂઆત તેને મળી તે ટીમને હાર તરફ લઈ જશે તેવું લાગી રહ્યું હતું.

મદુરાઈ પેન્થર્સના 6 બેટ્સમેન માત્ર 50 રનમાં આઉટ થઈ ગયા હતા. એટલે કે તેની અડધી ટીમ બહાર થઈ ગઈ. પરંતુ, આ એલિમિનેશન પછી, વોશિંગ્ટન સુંદરે જે રંગ બતાવ્યો, તેણે મેચને પલટી દીધી હતી. મદુરાઈ પેન્થર્સમાં નવો જોશ ભર્યો અને તેમની નિષ્ફળ ઈનિંગ્સને તે સ્કોર સુધી લઈ ગઈ, જ્યાંથી ટીમને જીત માટે લડવાની હિંમત મળી.

વોશિંગ્ટન સુંદરે માત્ર 30 બોલમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે અણનમ 56 રન બનાવ્યા જેમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. આ સમયગાળા દરમિયાન સુંદરનો સ્ટ્રાઈક રેટ 186.66 હતો. ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના અભિયાનમાં સુંદરને તેના સાથી ખેલાડી પી. સરવનનનો સાથ મળ્યો. તેણે અંત સુધી અણનમ રહીને 22 રન પણ બનાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.