
આગામી 13 ફેબ્રુઆરીએ વુમન આઈ.પી.એલ ઓક્શન યોજાશે
આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ખેલાડીઓનું ઓક્શન યોજાશે.ત્યારે આ વચ્ચે સાઉથ આફ્રિકામાં 10-26 ફેબ્રુઆરી સુધી વુમન્સ ટી20 વિશ્વકપ યોજાવાનો છે.જેમાં મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક દિવસ માટે મેગા ઓક્શન થશે.આમ આગામી 13 ફેબ્રુઆરીની તારીખ ફ્રેન્ચાઇઝી માલિકોની સાથે વાત કરીને નક્કી કરવામાં આવી છે.જેમાં એક વુમન આઇપીએલ ટીમને ઓક્શનમાં ખેલાડી ખરીદવા માટે રૂ.12 કરોડનું પર્સ મળ્યું છે.જેમાં દર વર્ષે પર્સમાં રૂ.1.5 કરોડનો વધારો થશે.જેમાં ટૂર્નામેન્ટ જીતનારી ટીમને રૂ.6 કરોડ મળશે.જ્યારે રનરઅપ ટીમને રૂ.3 કરોડ અને ત્રીજા નંબરે રહેનારી ટીમને રૂ.1 કરોડ મળશે.