આફ્રિકા સામેની શ્રેણી પહેલાં હાર્દિક અને હુડ્ડા બહાર થયા

Sports
Sports

સાઉથ આફ્રિકા વિરુદ્ધ આવતીકાલથી શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણી પહેલાં ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળ્યા છે.જેમાં હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાની જગ્યાએ શાહબાઝ અહમદ અને શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.વર્તમાનમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ વિશ્વ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આફ્રિકા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે.ત્યારબાદ ત્રણ વન-ડે મુકાબલા રમાશે જેની પ્રથમ મેચ 6 ઑક્ટોબરે રાંચી,બીજી 9 ઑક્ટોબરે લખનૌ અને ત્રીજી 11 ઑક્ટોબરે દિલ્હી ખાતે રમાશે.ભારતીય ટીમ-રોહિત શર્મા (કેપ્ટન),કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન),વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,શ્રેયસ અય્યર,ઋષભ પંત (વિકેટકિપર),દિનેશ કાર્તિક (વિકેટકિપર),આર.અશ્વિન,યુઝવેન્દ્ર ચહલ,શાહબાઝ અહમદ,અક્ષર પટેલ,અર્શદીપસિંહ,હર્ષલ પટેલ,દીપક ચાહર,જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.