
એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી અને ટી-20 કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.આ પહેલા તેઓ વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યા છે.આમ ઓસ્ટ્રેલિયા ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમે તે પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે.ફિન્ચે તેની કારકિર્દીમાં 5 ટેસ્ટ,146 વનડે અને 103 ટી-20 મેચ રમી છે.આ સિવાય ફિન્ચે 76 ટી-20 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.103 ટી-20 મેચમાં 34.28ની સરેરાશથી રન બનાવ્યા છે.