પાક પૂર્વ બેટ્‌સમેન સલમાન બટ્ટના મતે વિરાટ કોહલી કરતા રોહિત શર્મા સારો કેપ્ટન

Sports
Sports

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનનો પૂર્વ ઓપનર બેટ્‌સમેન સલમાન બટ્ટે રોહિત શર્માને વિરાટ કોહલી કરતા સારો કેપ્ટન ગણાવ્યો છે. સલમાન બટ્ટે કહ્યું કે તેને વ્યક્તિગત રૂપે લાગે છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી કરતા સારો કેપ્ટન છે. તેણે રોહિત શર્માને નેચરલ લીડર કહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મળેલી હાર બાદ જ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યા છે. એક કેપ્ટન તરીકે વિરાટ કોહલી અત્યાર સુધી કોઈ પણ આઈસીસી ટાઇટલ કબજાે કરી શક્યો નથી.
ભારતીય ટીમને તેની કેપ્ટનશિપમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ની ફાઇનલ અને વર્ષ ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર સલમાન બટ્ટે વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે વ્યક્તિગત રૂપે મને લાગે છે કે રોહિત શર્મા એક સારો કેપ્ટન છે. મેં એશિયા કપ ૨૦૧૮ દરમિયાન તેની કેપ્ટની પર ખૂબ ધ્યાનથી જાેયું હતું.
સલમાન બટ્ટે આગળ કહ્યું કે જે રીતે સ્ટેન્ડ ઇન કેપ્ટનના રૂપમાં તેણે ટીમની આગેવાની કરી હતી. તે ખૂબ નેચરલ લાગી હતી. જાે વિરાટ કોહલીની વાત કરીએ તો ૫ વર્ષો સુધી ઇન્ડિયન ટીમ ટોપ પર હતી અને અચાનક જ તે સૌથી મોટી મેચ હારી ગઈ એટલે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સલમાન બટ્ટના જણાવ્યા મુજબ, ભલે તમે જેટલા સારા કેપ્ટન હોય, પરંતુ ઇતિહાસ તેને જ યાદ રાખે છે જે મોટી ટ્રોફી જીતે છે. તમે ખૂબ સારા કેપ્ટન હોય શકો છો પરંતુ ટાઇટલ નહીં જીતો તો પછી તમને લોકો યાદ નહીં રાખે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.