ખેલાડીઓએ જીત અને હાર અંગે બહુ વિચારવું ન જાઈએઃ પીવી સિંધુ

Sports
Sports

નવી દિલ્હી,
ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ કે ખેલાડીઓએ જીત અને હાર અંગે બહુ વિચારવું ન જાઈએ. તેઓ માત્ર રમતને એન્જાય કરવી જાઈએ. ઓલિમ્પક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ શુક્રવારે ફિટ ઈન્ડયાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રમતમંત્રી કિરણ રિજિજુ અને ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી પણ કાર્યક્રમમાં હાજર હતા. સિંધુએ પોતાની સ્પીચમાં શાળાના બાળકોને જીવનમાં રમતગમતનું મહત્વ જણાવ્યું હતું. તેણે કે ઘરથી લઈને સ્કૂલ સુધી એક અથવા બીજી રીતે રમતો હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફિટ રહેવા માટે રમત જરૂરી છે. એવું ન હોવું જાઈએ કે તમે કલાકો સુધી પ્રેક્ટસ કરતા રહો.
કોઈ પણ વયના વ્યક્તને ફિટ રહેવા માટે ૪૫ મિનિટથી ૧ કલાકની પ્રેક્ટસ પૂરતી છે. ઉપરાંત, દરેક રમતના ખેલાડીઓ માટે ફિટનેસ મહત્વપૂર્ણ છે. શારીરિક અને માનસિક ટ્રેનિંગ સાથે એંડયુરેન્સ, એજિલિટી અને વેટ ટ્રેનિંગ પણ જરૂરી છે. સુનિલ છેત્રીએ કે, આજના બાળકો માટે રમતને કારકિર્દી તરીકે પસંદ કરવાનું મહત્વપૂર્ણ છે. આમાં માતાપિતાનો સપોર્ટ જરૂરી છે. બાળકોએ તેમની ઇચ્છા મુજબ રમત પસંદ કરવી જાઈએ. મારા માતાપિતાએ મને ટેકો આપ્યો, ત્યારે હું મારી પ્રતિભા સામે મૂકવામાં સફળ રહ્યો.
છેત્રીએ , જ્યારે કોઈ રમવાની પ્રેક્ટસ શરૂ કરે છે, ત્યારે તે ધીમે ધીમે શિસ્તબદ્ધ થવા લાગે છે. તે જ સમયે, વિચારસરણીમાં પણ ફેરફાર થાય છે. તમે વધુ સારું વિચારવાનું શરૂ કરો છો. રમતને કારણે આપણે વધુ સારા લોકો બનીએ છીએ, તેથી રમતને ક્્યારેય અવગણવી ન જાઈએ. એક સારા રમતવીર બનવા માટે, સારી ઊંઘ લેવી અને સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.