પાકિસ્તાનમાં વિરાટ કોહલીના નામની ટીશર્ટ પહેરેલ યુવાનની તસ્વીર થઈ વાયરલ
યુરોપ,
ટીમ ઇન્ડીયાના દિવાનાઓ દુનિયાના ખુણે ખુણે મળી રહે છે. ભારતીય ખેલાડીઓ ને ચાહવા વાળાઓ પણ મોટી સંખ્યામાં છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામની ટીશર્ટ પહેરેલ એક યુવાનની તસ્વીર, આજકાલ સો.મીડિયા પર ધૂમ મચાવવા લાગી છે. તસ્વીરમાં પાકિસ્તાનો યુવાન બાઇક ચલાવતો નજર આવી રહ્યો છે. ટીશર્ટ પર છપાયેલો નંબર પણ કોહલીનો છે. જાેકે તસ્વીરમાં પહેલી જાેવા મળતી ટીશર્ટનો રંગ બ્લુ નહી પણ, ગ્રીન છે. જે તસ્વીર ખૂબ લોકો એ સો.મીડિયા પર શેર કરી છે. પરંતુ હવે ઓસ્ટ્રેલીયા થી શેર થઇ છે અને હવે વિશ્વભરના લોકોના નજરમાં આવવા લાગી છે.
આ પહેલા પણ કોહલીના લૂકની કોપી કરેલ યુવાનની તસ્વીર સો.મીડિયા પર વાયરલ થઇ હતી. તે તસ્વીર પાકિસ્તાન જ નહી પણ દેશ વિદેશમાં ક્રિકેટ ચાહકોમાં ખૂબ પસંદ થવા લાગી હતી. ત્યાર બાદ આ બાઇક ચાલક યુવાને ધૂમ મચાવી છે. વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડમાં છે, જ્યાં ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણી પહેલા અપાયેલી ત્રણ સપ્તાહની રજાને માણી રહ્યો છે.
વિરાટ કોહલી એ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકાને ઇંગ્લેંન્ડ પ્રવાસમાં સાથે રાખ્યા છે. જ્યાં તે પરીવારની સાથે ત્રણ સપ્તાહની રજાઓનો આંનદ માણી રહ્યો છે. રજાઓ બાદ ભારતીય ટીમ આગામી ૪ ઓગષ્ટ થી ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમવા મેદાને ઉતરશે. જે પહેલા ટીમના સભ્યો ફરી એકવાર બાયોબબલ હેઠળ એકઠા થશે.
ભારત અને ઇંગ્લેંન્ડ વચ્ચે ૫ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. જે શ્રેણી બાદ ટીમ ઇન્ડીયાના મોટા ભાગના ખેલાડી યુએઇ પહોંચશે. જ્યાં ટીમ આઇપીએલની આગળની મેચોમાં ભાગ લેશે. ત્યાર બાદ ટી૨૦ વિશ્વકપમાં પણ હિસ્સો લેશે. આમ સિનીયર ખેલાડીઓ સહીત અનેક ખેલાડીઓ એ લાંબો સમય ભારત થી દુર રહેવુ પડશે.