પંતની ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, ગિલ ૪૭મા ક્રમે પહોંચ્યો

Sports
Sports

બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં અણનમ ૮૯ રન બનાવનાર પંતે ૧૩ સ્થાનની છલાંગ લગાવી દીધી છે. તે વિકેટકીપર બેટ્‌સમેનોમાં ટોચ પર છે. તેમના પછી દક્ષિણ આફ્રિકા કેપ્ટન ક્વિન્ટન ડી કોક ૧૫ માં સ્થાને છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં ૯૧ રન બનાવનાર યુવા બેટ્‌સમેન શુભમન ગિલને રેન્કિંગમાં ૨૧ સ્થાનનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટેસ્ટ મેચમાં લગભગ ૫૨ ની સરેરાશથી ૨૫૯ રન બનાવનાર ગિલ હવે ૪૭મા ક્રમે આવી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.