૫ ટેસ્ટ ઇનિંગ્સમાં ૫ સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટ્‌સમેન,સર એવરટન વિક્સનું ૯૫ વર્ષની વયે નિધન

Sports
Sports

નવી દિલ્હી,
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન સર એવરટન વિક્સનું ઉંમર સંબંધિત બીમારીના કારણે ૯૫ વર્ષની વયે નિધન થયું છે. તેમણે બારબાડોસના પોતાના ઘર ક્રાઈસ્ટ ચર્ચ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો. એવરટને ૧૯૪૭-૪૮માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને પોતાના કરિયર દરમિયાન ૪૮ ટેસ્ટમાં ૫૮.૬૧ની એવરેજથી ૪૪૫૫ રન કર્યા હતા, જેમાં ૧૫ સદીનો સમાવેશ થાય છે.
ટેસ્ટ ક્રિકેટના ૧૪૩ વર્ષના ઇતિહાસમાં વિક્સ એકમાત્ર બેટ્‌સમેન છે, જેમણે સતત ૫ ટેસ્ટ ઇનિંગ્સમાં ૫ સદી ફટકારી છે.
આમાંથી તેમણે ૧ સદી ઇંગ્લેન્ડ સામે અને ૪ ભારત સામે મારી હતી. ૧૯૪૮માં ઇંગ્લેન્ડ સામે કિંગસ્ટન ખાતે ૧૪૮, જ્યારે ભારત સામેઃ દિલ્હીમાં ૧૨૮, મુંબઇમાં ૧૯૪, કોલકાતામાં ૧૬૨ અને ૧૦૧ રન કર્યા હતા. તેઓ સતત છઠ્ઠી ઇનિંગ્સમાં સદી મારવાથી ૧૦ રન માટે ચૂકી ગયા હતા. ત્યારે અમ્પાયરે તેમને મદ્રાસ ખાતે વિવાદાસ્પદ રીતે રનઆઉટ આપ્યો હતો. બીજા દિવસે ઘણા પેપર્સમાં હેડલાઈન હતીઃ અંતે વિક્સ નિષ્ફળ, ૯૦ રને આઉટ!
વિક્સ વેસ્ટ ઇન્ડીઝના પ્રખ્યાત ૩ડબલ્યુના અંતિમ સદસ્ય હતા. તેમની, ફ્રેન્ક વોરેલ અને કલાઈડ વલકોટની જાડીને ૩ડબલ્યુ તરીકે ઓળખવામાં આવતી હતી. ૫૦ના દાયકામાં કહેવાતું હતું કે, વિન્ડઝના ૩ઉએ ક્રિકેટની પરિભાષા બદલી નાખી છે. અને વિક્સ માટે કહેવામાં આવ્યું હતું કે, જા બ્રેડમેનની સૌથી નજીક કોઈ પહોંચ્યું હોય તો તે વિક્સ છે. તેમને ૧૯૯૫માં સરની ઉપાધિ મળી હતી.
આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.