
૨૦૧૧ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ, સંગકારાનું લેવાયું નિવેદન
કોલંબો,
શ્રીલંકાના ભૂતપુર્વ કેપ્ટન કુમાર સંગકારાએ ગુરૂવારે તપાસ સમિતિને ૧૦ કલાક સુધી નિવેદન આપ્યું હતું. જે દેશના પૂર્વ ખેલ પ્રધાનના આ આરોપની તપાસ કરી રહ્યાં છે કે ભારત વિરૂદ્ધ ટીમનો ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ કેટલાક પક્ષોએ ફિક્સ કરી હતી.
પૂર્વ ખેલ પ્રધાન મહિંદાનંદા અલુથગામગેએ આરોપ લગાવ્યો છે કે ૨ એપ્રિલ ૨૦૧૧ના રોજ રમાયેલી ફાઇનલ મેચ ફિક્સ હતી. તેને અત્યાર સુધીમાં કોઇ પુરાવો આપ્યો નથી, પરંતુ આ નિવેદનના પગલે ખેલ મંત્રાલયે તપાસ શરૂ કરી છે.આ મામલે વર્લ્ડકપ ૨૦૧૧ ફાઇનલમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરનારા સંગાકારાનું ૧૦ કલાક સુધી નિવેદન નોંધ્યું હતું, પરંતુ સંગકારાએ શું નિવેદન આપ્યું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.
મહત્વનું છે કે સંગકારા તે સમયે ટીમના કેપ્ટન હતાં. તપાસ સમિતિ શ્રીલંકાના બેટ્સમેન અરવિંદ ડિ સિલ્વા અને ઉપુલ થરંગાનું નિવેદન પણ લેશે. ડિસિલ્વા તે સમયે પસંદગી સમિતિના અધ્યક્ષ હતા.